તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદાર કોણ?:રાજુલા-ડુંગલ રોડ પર 25 મિનિટ રેલવે ફાટક બંધ રહ્યાનો આક્ષેપ, 108 એમ્બ્યુલન્સ ફસાઈ જતા દર્દીનું મોત

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલાના દેવકા ગામ નજીક છકડો રીક્ષાએ પલટી મારી હતી

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષા સવાર 6 વ્યક્તિને અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ. 55)ની ગંભીર હાલત જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રાજુલા ડુંગર રોડ પર આવેલી ફાટક બંધ હોવાનાં કારણે 25- મિનિટ સુધી રેલવેના કર્મચારીઓ દ્વારા માલગાડી પસારના થાય ત્યાં સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવી હતી.

રાજુલા તાલુકા પંચાયતનાં પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર તથા હડમતીયાના સરપંચ રાણીંગભાઈ પીંજર સહિતના ગામનાં આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ રેલવેના કર્મચારીઓ એ કોઈ પણ ની વાત સાંભળી નહોતી. જેનાં કારણે સમયસર સારવારના મળવા નાં કારણે હડમતીયા ના વ્યક્તિ નું મોત નિપજ્યું હતું.

રેલવે કર્મચારીઓનાં કારણે મોત થયાનો આક્ષેપ કરાયો
પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર દ્વારા જણાવાયું હતું કે આ રેલવેનાં જવાબદાર કર્મચારીઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે અને એમ્બ્યુલન્સને સમયસર ફાટક ખોલવા માટે આદેશ આપવા જોઈએ. તેમજ પીપાવાવ પોર્ટની સેંકડો માલગાડી અહિયાંથી દૈનિક પસાર થાય છે તેનાં લીધે વારંવાર 20-30 મિનિટ સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. જેનાં કારણે લોકો ઈમરજન્સી માં હોસ્પિટલ પહોંચી નથી શકતા. આથી તંત્ર દ્વારા વહેલી તકે અવરબ્રિજ બનાવવા માં આવે જેથી લોક સમસ્યા હલ થાય.

ફાટક બંધ રહેતા વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો
108 ઇમરજન્સી સાયરન વાગવા છતાં ફાટક નહિ ખોલતા સ્થાનીક વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો અને રોષ વ્યકત કર્યો છતાં ફાટક નહિ ખુલતા 108 માં સવાર વ્યક્તિનું મોત થતા વધુ રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...