કાર્યવાહી:મોણપુર અને ઠાંસામાંથી વિદેશી દારૂની 242 બોટલ ઝડપાઇ

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે સ્થળ પરથી 2.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિ અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અમરેલી તાલુકાના મોણપુર અને દામનગરના ઠાંસામાથી વિદેશી દારૂની 242 બોટલ ઝડપી લઇ 2.97 લાખનો મુદામાલ કબજે લીધો હતો.દામનગર પોલીસે બાતમીના આધારે ઠાંસા ગામ નજીકથી એક વાહનને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 50 નંગ બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે કાજુ કાસમભાઇ બાંગડીયા, કૈલાસ આદમભાઇભાઇ બધેલ નામના શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસે અહીથી કુલ રૂપિયા 2,30,250નો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ એએસઆઇ પી.આર.દેશાણી ચલાવી રહ્યાં છે.આ ઉપરાંત અમરેલી તાલુકા પોલીસે મોણપુર ગામે એક રહેણાંકમા દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી વિદેશી દારૂની 192 બોટલ મળી આવી હતી. જો કે પ્રકાશ રાણાભાઇ ડેર નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે અહીથી 67135નો મુદામાલ કબજે લીધો હતો. બનાવ અંગે એએસઆઇ એચ.ડી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...