તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બહારપરાના રહેણાંકમાંથી દારૂની 240 બાેટલ ઝડપાઇ

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અેલસીબી પાેલીસે કુલ 72 હજારનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા દિવાળીના તહેવારાે દરમિયાન દારૂનુ વેચાણ તેમજ હેરાફેરીની પ્રવૃતિને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે અમરેલીમા બહારપરા વિસ્તારમા અેક રહેણાંકમા દરાેડાે પાડી ઇંગ્લીશ દારૂની 240 બાેટલ સાથે અેક શખ્સને ઝડપી લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળીના તહેવારમા જિલ્લામા દારૂની રેલમછેલ ન થાય અને કાયદાે વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પાેલીસવડાની સુચનાથી અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ કરમટા તથા ટીમે બાતમીના અાધારે અહીના બહારપરા લક્ષ્મીનારાયણ મંદિર પાછળ વિસ્તારમા નિલેષ મનસુખભાઇ જાેગદીયાના મકાનમા દારૂ અંગે દરાેડાે પાડયાે હતાે.

પાેલીસને અહીથી જુદીજુદી બ્રાંડની ઇંગ્લીશ દારૂની 240 બાેટલ મળી અાવી હતી. પાેલીસે અહીથી કુલ રૂપિયા 72 હજારનાે મુદામાલ કબજે લીધાે હતાે.પાેલીસની પુછપરછમા જયેશ ભીમજી ચાવડા અને રમીલાબેન અમરશી દાફડાઅે મળી અા દારૂ અહી ઠાલવ્યાે હતાે. પાેલીસે અા બંને શખ્સાેની ધરપકડ કરવા પણ તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો