તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • 24 New Cases Were Registered In Amreli District Today, The Decision To Increase The Number Of Covid Beds Increased As The Transition Increased

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:અમરેલી જિલ્લામાં આજે નવા 24 કેસ નોંધાયા, સંક્રમણ વધતા કોવિડના બેડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લા મા કોરોના સંક્રમણ વધતા તંત્ર એક્સન મા આવી રહ્યુ છે આજ ના નવા કોરોના કેસ 24 નોંધાયા છે સારવાર હેઠળ 221 છે તો આજ ના ડિસ્ચાર્જ 33, કુલ મૃત્યુ આંક 42 નોંધાયો છે અને અત્યારે સુધી ના કુલ કોરોના પોઝીટીવ કેસ 4300 સુધી પોહચ્યો છે હાલ ની અમરેલી ની સ્થિતિ પણ વણસી રહી છે સાથે સાથે દિવસે દિવસે કોરોના કેસ ના આંકડા ગ્રામીણ વિસ્તાર તરફ પણ વધી રહ્યા છે.

અહીં અગાવ માત્ર શહેર મા વધતુ હતુ સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તાર તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને લઈ ને તંત્ર એક્સન મા આવી રહ્યું છે હાલ ની સિવિલ હોસ્પિટલ ની સ્થિતિ સારી હોવાનુ જાણવા મળી રહ્યુ છે પરંતું વધારો પણ થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલ મા 100 બેડ ની વ્યવસ્થા છે અને હવે 125 ની કરાશે. રાધિકા હોસ્પિટલમા 65 બેડ ની વ્યવસ્થા શરૂ કરાશે. એલ.ડી.ગજેરા કોવિડ સેન્ટર શરૂ કરાશે અને પ્રાઇવેટ ડોક્ટરો મારફતે હોમ આઇસોલેશન સામાન્ય લક્ષણો વાળાની સારવાર કરાશે. 2 થી 3 દિવસોમા નગરપાલિકાના બાલમંદિરને કોવિડ સેન્ટરમા કન્વર્ટ કરાશે સાવરકુંડલા હોસ્પિટલમાં 50 બેડ ની ઓક્સિજન સાથે હોસ્પિટલ શરૂ કરાશે.

ટેસ્ટિંગ પણ 800 થી વધારી ને 1650 કરાયુ હજુ આવનારા દિવસો મા 1800 કરાશે જ્યારે વેકસીનેશન દરોજ નુ 10,000 ની એવરેજ આવી રહી છે કોવિડ હંગામી સ્ટાફ ની પણ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાય છે

સામાજિક-રાજકીય આગેવાનો કોરોના સંક્રમિત થયાઅમરેલી જિલ્લામા રાજકીય અને સામાજિક મીડિયા કર્મી ઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અમરેલી જિલ્લા વિહિપ ના પ્રમુખ, ઉપપ્રમુખ મહા મંત્રી,અમરેલી શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકા ભાજપ ના 3 સદસ્યો, અને અમરેલી ના 2 પત્રકારો ને પણ કોરોના પોઝીટિવ આવ્યો છે જેને લઈ ને ફફડાટ ફેલાયો છે સાથે પોલીસ તંત્ર કોરોના સામે સતર્ક થયુ અમરેલી શહેર મા પોલીસ દ્વારા સંક્રમણ થી બચવા માટે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરાય સાથે સાથે સોશ્યલ ડિસ્ટન સતત જળવાય અને માસ્ક પેહરવા માટે અપીલ કરાઈ રહી છે.

કોરોના સામે આપણે વ્યવસ્થા વધારી દીધી છે- કલેક્ટર અમરેલી જિલ્લા કલેક્ટર આયુષ ઓક ને પૂછતા કહ્યુ સિવિલ માં 100 બેડ ની વ્યવસ્થા છે અને હજુ 25 વધશે એટલે 125 બેડ ની વ્યવસ્થા કરાશે અને રાધિકા હોસ્પિટલ પણ વ્યવસ્થા કરાશે ઉપરાંત આપદે 1 અઠવાડિયા થી 10,000 ની વેકસીનેશન ની એવરેજ આવી રહી છે કોવિડ માટે હંગામી સ્ટાફ ની જરૂરિયાત છે તેમની નિમણૂક કરાય રહી છે અત્યારે મારુ કેસ મેનેજમેન્ટ પર જ ફોક્સ છે જેથી સારવાર સારી રીતે મળી રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો