તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા પંથકના એક યુવાને ધારીના ખીચા ગામે આવી રૂપિયા 2.30 લાખની રાેકડ રકમ ચુકવી એક યુવતી સાથે હાેંશેહાેંશે ઘડીયા લગ્ન તાે કરી લીધા પરંતુ આ દુલ્હન લગ્નના ગણતરીના કલાકાેમા જ માેબાઇલ પર વાત કરતા કરતા ઘરની બહાર નીકળી હવામા ઓગળી ગઇ હતી. જે અંગે યુવાને ધારી પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. અમરેલી પંથકમા લગ્નવાંછુક યુવાનાેને ઠગતી ટાેળીઓ માેટા પ્રમાણમા કાર્યરત છે. જેનાે એક અનુભવ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામના પ્રદિપ ભલાભાઇ પટેલ નામના યુવકને પણ થયાે છે. 36 વર્ષીય આ યુવકના લગ્ન થયા ન હાેય જુનાગઢમા આંબાવાડીમા રહેતા તેના મામા બિપીનભાઇ કેશવભાઇ ઠુંમરને કન્યા બતાવવાનુ કહ્યું હતુ.
બિપીનભાઇએ આ અંગે ધારી તાલુકાના ખીચા ગામના હરેશ ભનુભાઇ ગજેરાને વાત કરી હાેય અને તેમના ધ્યાનમા એક છાેકરી હાેય તે જાેવા માટે બધાને ખીચા ગામે બાેલાવાયા હતા. ગત તારીખ 17/12ના રાેજ પ્રદિપ પટેલ ખીચામા આવતા હરેશ ગજેરાએ તેને પુનમ નામની યુવતી બતાવી હતી. આ યુવતીની માતા રેખાબેન જયંતીભાઇ, ભાઇ દિનેશ જયંતીભાઇ અને રાજુ નામનાે શખ્સ પણ ત્યાં હાજર હતાે. અને લગ્ન કરવા માટે રૂપીયા 2.30 લાખની રકમ માંગવામા આવતા તેણે આ રકમ ત્યાં જ ચુકવી દીધી હતી. અને તેના મામા મામીની હાજરીમા પુનમ સાથે ઘરમેળે ફુલહાર કરી લીધા હતા. બપાેરબાદ તેઓ તે પુનમને લઇ જુનાગઢ મામા મામીના ઘરે રાેકાયાે હતાે.
સાંજના સાતેક વાગ્યા આસપાસ દિનેશ જયંતીભાઇનાે કાેલ તેના માેબાઇલમા આવ્યાે હતાે અને પુનમ સાથે વાત કરાવવા કહ્યું હતુ. જેથી તેણે પુનમને માેબાઇલ આપતા તે વાત કરતા કરતા ઘરની બહાર નીકળી ગઇ હતી. અને એક માેટર સાયકલ પર બેસી રફુચક્કર થઇ ગઇ હતી. પ્રદિપ પટેલ તેની પાછળ દાેડયાે હતાે. પરંતુ દિનેશ પેાતાના માેટર સાયકલ પર પુનમને લઇ નાસી ગયાે હતાે. પુનમ આ યુવકનાે માેબાઇલ પર લેતી ગઇ હાેય આખરે આ યુવાને આજે ધારી પાેલીસ મથકમા પુનમ અને હરેશ ગજેરા સહિત પાંચ સામે ફરિયાદ નાેંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.