તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમરેલી જિલ્લામાં 3 સ્થળેથી જાહેરમાં જુગાર રમતા 23 ઝડપાયા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 34840નો મુદામાલ કબજે લીધો

અમરેલી જિલ્લા પોલીસે ત્રણ સ્થળે જુગાર રમતા 23 ને ઝડપી લીધા હતાં. પોલીસે જુગારનો દરોડો અમરેલીના કેરીયાચાડ ગામે પાડયો હતો. અહી જાહેરમા જુગાર રમી રહેલા સાવજ નાજભાઇ ધાખડા, ભાયકુ વલકુભાઇ ધાખડા, ભયલુ ભાલુભાઇ, વિનુ વાઘાભાઇ, સંજય સોંડાભાઇ નામના શખ્સોને ઝડપી લીધા હતા. અહીથી પોલીસે 3150ની મતા કબજે લીધી હતી. આ ઉપરાંત પોલીસે ત્રંબોડાની સીમમા જાહેરમા જુગાર રમી રહેલા કાળુ બાવચંદભાઇ દુધાત, વિરકુ બાવકુભાઇ, ગજુ જીલુભાઇ, જગદીશ મનસુખભાઇ, મુન્ના વિઠલભાઇ, જીજ્ઞેશ ભીખુભાઇ, મહેશ વિનુભાઇ, દીપો વિઠ્ઠલભાઇ, ઘુલી મનસુખભાઇ નામના શખ્સોને ઝડપી લઇ 14160ની મતા કબજે લીધી હતી.આ ઉપરાંત પોલીસે બગસરામા જાહેરમા જુગાર રમી રહેલા કુમાર હરીભાઇ, રોહન ચીમનભાઇ, કાકુ મંગાભાઇ, વિનોદ બાબુભાઇ, રઘુ મોહનભાઇ, હિતેષ રમેશભાઇ, જયદીપ મોહનભાઇ, ચુનીલ હરેશભાઇ, ભરત જીતેન્દ્રભાઇ નામના શખ્સોને ઝડપી લઇ 17530નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...