અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી તેમજ વેચાણ સહિતની બદીને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે સાવરકુંડલામા મહુવા રોડ પાસે એક કારમાથી વિદેશી દારૂની 23 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ બે લાખનો મુદામાલ કબજે લીધો હતો.
જિલ્લા પોલીસવડા હિમકર સિંઘ અને નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરાની સુચનાથી સાવરકુંડલા ટાઉન પોલીસ મથકના પીઆઇ એસ.એમ.સોની અને સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીનાઆધારે અહીના મહુવા રોડ પર વોચ ગોઠવાઇ હતી. અહીથી પસાર થતી કાર નંબર જીજે 01 એચઆર 4597ને અટકાવી તલાશી લેવામા આવી હતી.
પોલીસને કારમાથી વિદેશી દારૂની 23 નંગ બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે કારના ચાલક એજાજ ઉર્ફે નાનો બગી અબ્દુલભાઇ કુરેશી (ઉ.વ.26) નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે અહીથી 2,08,780નો મુદામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.