તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવજ માટે સુવિધા:ધારી ગીર પૂર્વ વિસ્તારમાં રહેતા સિંહ માટે પાણીના 225 કૃત્રિમ પોઈન્ટ ઉભા કરવામા આવ્યા

અમરેલી16 દિવસ પહેલા

કાળઝાળ ગરમી અને આકરા તાપમાન વચ્ચે ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમા સિંહો,નીલગાય,દીપડા સહિત વન્યપ્રાણી નો વસવાટ છે તેની સામે ઉનાળા ની ઋતુમાં સિંહો આમથી તેમ પાણી માટે ભટકી રહ્યા હોય છે તેવા સમયે સિંહો જે ઉનાળા ની ઋતુમા પાણી નિયમિત 24 કલાક પોઇન્ટ પર મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાય છે જ્યારે આજે સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ડી.સી.એફ.અંશુમન શર્મા એ વીડિયો જાહેર કર્યો છે.

જંગલ વિસ્તારમા 225 કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે અને 70 જેટલા કુદરતી પાણીના પોઇન્ટ છે. જેમા મેન્યુલ,હેન્ડપમ્પ,પાણી ના પોઇન્ટ,ટેન્કર,પવન ચક્કી,સોલાર વોટર પમ્પ ની મદદ થી પાણીના પોઇન્ટ ભરવામા આવી રહ્યા છે જેમા તુલસી શ્યામ,હડાળા, દલખાણીયા, સરસીયા,પાણીયા,જસાધાર, સાવરકુંડલા, રેન્જ સહિત વિસ્તાર મા પોઇન્ટ ઉભા કરી સિંહો માટે ખાસ પ્રકાર ની વ્યવસ્થાઓ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો