અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પેાલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી છે. ત્યારે પાેલીસે અમરેલીમા બે સ્થળે તેમજ લાઠીના કેરીયા અને ધારીમાથી મળી કુલ 22 જુગારીને ઝડપી લઇ રૂપિયા 1.78 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.પાેલીસે જુગારનાે અા દરાેડાે અમરેલીમા કુંકાવાવ રાેડ પર ભારતનગરમા પાડયાે હતાે. અહી જાહેરમા જુગાર રમી રહેલા મુનીર રજાક કુરેશી, અલ્તાફ જમાલ પઠાણ, અખ્તર ગફાર કુરેશી, ઇમરાન સીરાજ ચાૈહાણ, અવદ અબદાન ખુલાગી, અલ્ફેજ જમાલ પઠાણ, અમીન જમાલ ચાૈહાણ નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી 14060નાે મુદામાલ કબજે લીધાે હતાે.અા ઉપરાંત પાેલીસે મણીનગર રૂપાયતન સ્કુલ પાછળ જાહેરમા જુગાર રમી રહેલા મેબલાે મહમદ ભાડુલા, લાંબાે ઇકબાલ વાઘેલા, દિવ્યેશ કિશાેર પરમાર, હકુડી ઉમર બ્લાેચને ઝડપી લઇ 10740ની મતા કબજે લીધી હતી. જયારે લાઠી તાલુકાના કેરીયામા અેસઅાેજી પાેલીસે વિક્રમ મહરીભાઇ ભુવા, ધ્રુવ જસા હુંબલ, ઇમ્તીયાઝ યુનુસ બેગ, સિરાજ સાહિલ સેતા, શિબુ અાહમદખા સેતા, શબ્બીર અલારખ મલેક, અબ્દુલ કાદર સેતાને જુગાર રમતા ઝડપી લઇ રાેકડ, માેબાઇલ, બાઇક મળી કુલ રૂપિયા 1,42,100નાે મુદામાલ કબજે લીધાે હતાે. તેમજ ધારીના હરીપરા તથા સરસીયાની સીમમા જુગાર રમતા સંજય ગુણવંતરાય જાેષી, ખુશાલ ધકાણ, કમલેશ બારૈયા, વિપુલ મનસુખ દેવમુરારીને ઝડપી લઇ 11710નાે મુદામાલ કબજે લીધાે હતાે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.