તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:219 આવાસાેમાં અનઅધિકૃત રીતે કબજાે ધરાવનારને નાેટીસ આપી

અમરેલી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 7 દિવસમાં માલ સામાન સાથે કબજાે ખાલી કરી દેવા જાણ કરાઇ
 • કબજો લીધા બાદ આવાસમાંથી વસ્તુ ગુમ થશે અમરેલી પાલિકાની જવાબદારી નહી રહે

અમરેલીમા સાવરકુંડલા રાેડ પર ફતેપુર જવાના રસ્તે પાલિકા દ્વારા અાઇઅેચઅેસડીપી યાેજના અંતર્ગત વર્ષ 2009-10મા 219 અાવાસાે તૈયાર કરાયા હતા. જાે કે પાલિકા દ્વારા કાેઇ પ્રકારનાે કબજાે સાેંપવામા અાવ્યાે ન હાેવા છતા હાલ અનેક ઇસમાે અનઅધિકૃત કબજાે કરી વસવાટ કરતા હેાય પાલિકાઅે કબજાે ખાલી કરવા નાેટીસ ફટકારી હતી.

કબજાે જમાવનાર લાેકાેને પાલિકાઅે નોટીસ પ્રસિધ્ધ થયાના સાત દિવસમાં પોતાનાં તમામ પ્રકારનાં માલ-સામાન સાથે આવાસોનો કબ્જો ખાલી કરી દેવા જાણ કરી હતી. તેમજ આવાસને કોઈપણ પ્રકારનાં અનઅધિકૃત તાળા મારવાના રહેશે નહીં. અન્યથા આગામી તા.7/4ના રોજ અનઅધિકૃત કબ્જા ધારકો પાસેથી કબ્જા પરત અમરેલી નગરપાલિકાએ મેળવવાનાં હોવાથી તે આવાસોમાંથી કોઈપણ માલ–સામાન કે કોઈપણ વસ્તુ ગુમ થાય તેની અમરેલી નગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. તે માટેની સંપૂર્ણ જવાબદારી જે તે અનઅધિકૃત કબ્જાધારકની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો