કાર્યવાહી:ખાંભા- ચલાલા માર્ગ પર કારમાંથી વિદેશી દારૂની 213 બાેટલ ઝડપાઇ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે 1 શખ્સને ઝડપી લઇ 3.76 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી અેલસીબી પાેલીસે બાતમીના અાધારે ખાંભા ચલાલા માર્ગ પરથી અેક કારને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 213 બાેટલ મળી અાવી હતી. પાેલીસે અેક શખ્સની ધરપકડ કરી કુલ રૂપિયા 3.76 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા. કારમાથી વિદેશી દારૂનાે જથ્થાે ઝડપાયાની અા ઘટના ખાંભા ચલાલા માર્ગ પર બની હતી.

અાજે સવારના સુમારે અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા તથા પીઅેસઅાઇ પી.અેન.માેરી સહિત ટીમને પેટ્રાેલીંગ દરમિયાન બાતમી મળતા અહીથી પસાર થતી કાર નંબર જીજે 11 અેબી 4725ને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 213 બાેટલ મળી અાવી હતી.

પાેલીસે ઉના તાલુકાના સનખડા ગામના વિજયસિંહ કાળુભા ગાેહિલ (ઉ.વ.19)નામના શખ્સની ધરપકડ કરી હતી.પાેલીસની પુછપરછમા અા દારૂ જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાઠાેડ અને મેહુલ બાબુભાઇ મકવાણાનાે હાેવાનુ તેમજ અા બંને શખ્સાે કાર મારફત પાયલાેટીંગ કરતા હતા અને અા દારૂનાે જથ્થાે સનખડાથી રાજકાેટ ડિલેવરી કરવા લઇ જતાે હાેવાનુ ખુલ્યુ હતુ. પાેલીસે વિદેશી દારૂની 213 બાેટલ કિમત રૂપિયા 70860 તેમજ માેબાઇલ અને કાર મળી કુલ રૂપિયા 3,76,360નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...