કાર્યવાહી:જિલ્લામાં 5 સ્થળેથી જાહેરમાં જુગાર રમતા 21 શખ્સ ઝડપાયા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 50 હજારનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રાજુલાના ડુંગરમા જાહેરમા જુગાર રમી રહેલા સફી જુસબ ગાહા, પ્રવિણ બચુ વાળા, દિનેશ બાલા બલદાણીયા, હબીબ કાળુ ગાહા નામના શખ્સોને ઝડપી લઇ 3550ની મતા કબજે લીધી હતી. જયારે છાપરી ગામેથી લાલા નાથા ગરણીયા, કનુ દાના ચૌહાણ અને સંજય ધીરૂ ચૌહાણને 2220ની મતા સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત વિસળીયામાથી ભવન મનુ સાંખટ, આણંદ ગાંડા બાંભણીયા અને વિનુ ભુપત શિયાળને 11100ની મતા સાથે અને રાજુલામાથી ઓઘડ કાનજી મકવાણા, જેરામ રણછોડ કણજરીયા, મુકેશ ગોબર જોળીયા, મુકેશ મનુ બારૈયા, હિમત પેાપટ મકવાણા, કિશોર ભાણા પરમાર અને સદર ભીખા સોલંકીને 13450ની મતા સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. તો અમરેલીમાથી ફારૂક હબીબ ભાડુલા, ભુપત કેશુ પાટડીયા, અનવર રસુલ કુરેશી, વિશાલ શેખર શુકલને 20300ની મતા સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...