રાજ્યની સાથે સાથે અમરેલીમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા. અમરેલી શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મંગળવારે કોરોનાના 21 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમરેલી શહેરમાં સામે આવ્યાં છે. અમરેલી શહેરમાં 11, બાબરામાં 3, કુંકાવાવમાં 2, લાઠીમાં 1, લીલીયામાં 1 તેમજ સાવરકુંડલામાં 3 કેસ સામે આવ્યાં છે. અમરેલીમાં 155 લોકો માસ્ક વગર નજરે પડતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
જિલ્લામાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2018323 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના 546 ગામોમાં રસીકરણની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.
અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચના પ્રમાણે શહેરી વિસ્તારમાં પોલીસ વધુ સક્રિય થઈ છે. કોરોના ગાઈડલાઈનનું પાલન નહિં કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં માસ્ક નહિ પહેરનારા સામે દંડ સહિતની કાર્યવાહી સતત ચાલી રહી છે, ત્યારે 155 જેટલા લોકો માસ્ક વગર ફરતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ 10 લોકો સામે જાહેરનામા ભંગના અલગ અલગ વિસ્તારમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ લોકોના સોશયલ ડિસ્ટન્સ જાળવો તેમજ માસ્ક પહેરવા અપીલ કરી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.