અમરેલી જિલ્લામા કાેરાેનાની ત્રીજી લહેરનુ અાગમન થઇ ચુકયુ હાેય તેમ દિનપ્રતિદિન પાેઝીટીવ કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ખાસ કરીને અમરેલીમા માેટી સંખ્યામા કાેરાેનાના કેસ સામે અાવી રહ્યાં છે. ગઇકાલે અમરેલી જિલ્લામા કાેરાેનાના 20 કેસ અાવ્યા હતા. જયારે અાજે વધુ નવા 21 કેસ સામે અાવ્યા છે. અામ દરરાેજ પાેઝીટીવ કેસની સંખ્યામા ઉછાળાે અાવી રહ્યાે છે. અાજે અમરેલી જિલ્લામા નાેંધાયેલા 21 કેસ પૈકી સાૈથી વધુ કેસ અમરેલી શહેરમા હતા. અમરેલી શહેરમા 10 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. અારાેગ્ય વિભાગના સુત્રાેઅે જણાવ્યું હતુ કે અા ઉપરાંત બગસરામા પણ 6 કેસ નાેંધાયા હતા.
અમરેલી બાદ સાૈથી વધુ કેસ સાવરકુંડલા પંથકમાથી સામે અાવી રહ્યાં છે. અાજે સાવરકુંડલામા 2 પાેઝીટીવ કેસ નાેંધાયા હતા. અા ઉપરાંત ધારીમા 2 અને રાજુલામા 1 પાેઝીટીવ કેસ સામે અાવ્યાે હતાે. અમરેલી જિલ્લામા માત્ર છેલ્લા ત્રણ દિવસમા જ કાેરાેનાના 50 કેસ નાેંધાયા છે. જેને પગલે અારાેગ્ય તંત્ર પણ દાેડતુ થયુ છે. અાજે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અાર.સી.મકવાણાઅે ઉચ્ચ અધિકારીઅાે સાથે બેઠક યાેજી હતી અને ત્રીજી લહેરના મક્કમતાથી સામનાે કરવા વહિવટી તંત્રને સુચના અાપી હતી. કાેરાેનાના વધતા કેસાેની અસર અમરેલીની બજારાેમા પણ જાેવા મળી રહી છે.
અહી દિવસના ઘણા ખરા સમયમા બજારાેની ભીડ પ્રમાણમા નિયંત્રિત થઇ છે. હજુ પણ અનેક લાેકાે માસ્ક વગર નજરે પડી રહ્યાં છે. અાવી બેદરકારી જિલ્લામા કાેરાેનાની લહેરને અાગળ ધપાવશે. પાેઝીટીવ કેસની સંખ્યા વધી રહી છે તેની સાથે સાથે રાહતના સમાચાર અે છે કે માેટાભાગના દર્દીઅાે હળવા લક્ષણ ધરાવતા હાેય તેમને હાેમ અાેઇસાેલેશનમા જ રખાયા છે. હાેસ્પિટલમા દાખલ થનારા માેટાભાગના દર્દીઅાેને પણ રજા મળી ગઇ છે.
અાજે જિલ્લામાં માત્ર 4257 લાેકાેઅે વેક્સિન લીધી
અેક તરફ કાેરાેનાના કેસ વધી રહ્યાં છે. પરંતુ બીજી તરફ રસીકરણ કેન્દ્રાે પર વેકસીન લેવા અાવનારા લાેકાેની સંખ્યા ઘટી રહી છે. અાજે અમરેલી જિલ્લાના જુદાજુદા વેકસીનેશન સેન્ટર પર કુલ 4257 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. અાજે જિલ્લામા 2548 લાેકાેના કાેરાેના ટેસ્ટ કરાયા હતા. સાૈથી વધુ ટેસ્ટ કુંકાવાવમા 414 લાેકાેના અને અમરેલીમા 359 લાેકાેના કરાયા હતા.
જિલ્લામાં કુલ 19.89 લાખ ડાેઝ અપાયા
જિલ્લામા અત્યાર સુધીમા 19,89,302 વેકસીનના ડાેઝ અાપવામા અાવ્યા છે. જેમા વેકસીનનાે અેક ડાેઝ લેનારાની સંખ્યા વધુ છે. અેક ડાેઝ લઇ લીધા બાદ હજુ સુધી બીજાે ડાેઝ લેવા નહી અાવનારા લાેકાેની સંખ્યા પણ ઘણી માેટી છે. અમરેલી જિલ્લાના 546 ગામાેમા અત્યાર સુધીમા 100 ટકા રસીકરણ કરાયુ છે.
અમરેલી અને ધારીમાં પાેલીસે માઇકથી અાપી સુચના
કાેરાેનાના કેસ વધતા પાેલીસ તંત્ર પણ હરકતમા અાવ્યું છે. અાજે અમરેલી, ધારી સહિત જિલ્લાના જુદાજુદા શહેરમા પાેલીસે માઇક ફેરવી અને ફુટ પેટ્રાેલીંગ કરી માસ્ક નહી પહેરનારા લાેકાેને રૂપિયા અેક હજારનાે દંડ ફટકારવામા અાવશે તેવી સુચના જારી કરી હતી. અેટલુ જ નહી અાવા લાેકાેને શાેધીને તેમને દંડ પણ ફટકારવામા અાવ્યાે હતાે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.