કોરોના મહામારી:અમરેલી જિલ્લામાં કોરોનાના 21 કેસ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી તાલુકામાં નવ અને લાઠી તાલુકામાં ચાર કેસ

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે જિલ્લામાં વધુ નવા 21 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી નવ કેસ અમરેલી તાલુકામાં હતા. અમરેલીના માણેકપરામાં રહેતી 35 વર્ષીય મહિલા ઉપરાંત હનુમાનપરામાં રહેતા 50 વર્ષીય આધેડ, ચિતલ રોડ પર રહેતા 33 વર્ષીય યુવાન, બ્રાહ્મણ સોસાયટીમાં રહેતી 47 વર્ષીય મહિલા તથા અમરેલી તાલુકાના દહીડા ગામના 50 વર્ષિય આધેડ અને 46 વર્ષીય મહિલા, વાંકીયા ગામના 60 વર્ષના વૃદ્ધ અને વડેરા ગામના 54 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દામનગરના 31 વર્ષીય યુવાન, 45 વર્ષીય યુવાન, 43 વર્ષીય યુવાન અને 28 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સાવરકુંડલા તાલુકામાં પણ ત્રણ કેસ આવ્યા છે. સાવરકુંડલા શહેરની 31 વર્ષીય મહિલા, ત્રણ વર્ષનો બાળક અને 76 વર્ષીય વૃદ્ધને કોરોનાનું નિદાન થયું છે. ધારીના 58 વર્ષીય મહિલા, દલખાણીયાના 42 વર્ષીય યુવાન, રાજુલાના 53 વર્ષિય આધેડ, ખાંભાના ૫૦ વર્ષીય મહિલા અને 70 વર્ષના વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે. નવા 21 કેસથી અમરેલી જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1237 પર પહોંચી છે. જે પૈકી 279 હાલમાં સારવારમાં છે. જ્યારે 931ને રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં 27 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...