ચૂંટણી:રાજુલા પાલિકાના નવા પ્રમુખની 20મીએ ચૂંટણી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના મોટા- ભાગના સદસ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા
  • તાજેતરમાં પ્રમુખે આપ્યુ હતું રાજીનામું

રાજુલા નગરપાલિકામા જનતાઅે કાેંગ્રેસને સ્પષ્ટ બહુમતી અાપી હતી. બલકે 27 સભ્યાે કાેંગ્રેસના ચુંટાયા હતા. જયારે ભાજપમાથી માત્ર 1 સભ્ય ચુંટાયા હતા. પરંતુ કાેંગ્રેસની અાંતરીક ખેંચતાણ અને બળવાના કારણે અહી વારંવાર પ્રમુખાે બદલાયા છે. અત્યાર સુધીમા છ પ્રમુખાે બદલાયા બાદ છેલ્લા પ્રમુખ ઘનશ્યામભાઇ લાખણાેત્રાઅે પણ રાજીનામુ અાપી દીધુ હતુ. ત્યારથી જ નવા પ્રમુખના નામને લઇને અટકળાે ચાલી હતી.

દરમિયાન હવે નવા પ્રમુખની વરણી માટે 20મી તારીખે બેઠક બાેલાવવામા અાવી છે. સ્વાભાવિક છે કે નવા પ્રમુખ બનશે તાે કાેંગ્રેસમાથી જ પરંતુ કયા જુથને સફળતા મળે છે તેના પર સાૈની નજર છે. અગાઉ ઘનશ્યામભાઇ લાખણાેત્રાને પ્રમુખ બનાવાયા ત્યારે બે જુથમાથી સવા સવા વર્ષ માટે પ્રમુખ નિમાશે તેવી અંદરખાને સમજુતી થઇ હતી. અને અેટલે જ સવા વર્ષ બાદ તેમણે રાજીનામુ અાપ્યુ છે. જાે કે તેમણે રાજીનામુ ધરવા પાછળ પાેતાનુ અંગત કારણ જણાવ્યું છે. હવે સ્થાનિક રાજકીય વર્તુળની નજર 20મી તારીખ પર મંડાઇ છે.

સામાન્ય સભામાં તમામ બાબતાે નામંજુર
​​​​​​​બીજી તરફ અેક દિવસ પહેલા પાલિકાની સામાન્ય સભા મળી હતી. અહી તાઉતે વાવાઝાેડાના સમયના બીલાે મુકાતા વિરાેધ ઉઠયાે હતાે. છત્રજીતભાઇ ધાખડા દ્વારા કામદારાેનાે પગાર વધારવા પણ ચીફ અાેફિસરને રજુઅાત કરાઇ હતી. બીલાેને લઇને વિરાેધ ઉભાે થતા બાેર્ડ નામંજુર કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...