સન્માન સમારોહ:વડિયા- કુંકાવાવના 45ના 200 દાતાનું સન્માન કરાયું

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગરમાં સૌ પ્રથમ વાર દાતાઓનો સન્માન સમારોહ

જંગરમાં સૌ પ્રથમ વખત એકસાથે 45 ગામના 200 જેટલા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં અન્નપૂર્ણાધામના ચેરમેન રવજીભાઈ વસાણીની આગેવાનીમાં 45 ગામના દાતાઓને એક મંચ પર ભેગા કરાયા હતા.

અને તેમનું સન્માન કરાયું હતું.કુંકાવાવ- વડીયા તાલુકાના 45 ગામના 200 જેટલા દાતાઓનો સન્માન સમારોહનું જંગર ગામે આયોજન કરાયું હતું. સમારોહમાં બાબુભાઈ વસાણી અને રમણીકભાઈ વસાણી સહિતના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અહી અમદાવાદના અન્નપૂર્ણાધામના ચેરમેન રવજીભાઈ વસાણી તમામ લોકોનું સ્વાગત કર્યું હતું.આ તકે ગીતાદીદી, કાનજીભાઈ ભાલાળા, પરષોતમભાઈ ગેવરીયા, મગનભાઈ રામાણી, મનસુખભાઈ સુવાગીયા, નિલેષભાઈ પટેલ, સવજીભાઈ વેકરીયા, ધનસુખભાઈ દેવાણી, ડો. રાજપરા, વસંતભાઈ મોવલીયા, પીયુષભાઈ ગુણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...