તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહિણીમાં રાહત:અમરેલીમાં શાકભાજીની આવક વધતા ભાવમાં 20 ટકાનો ઘટાડો

અમરેલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક શાકભાજીથી માર્કેટ ઉભરાયું

અમરેલીમાં શાકભાજીની આવક વધતાં ભાવમાં 20 ટકા ઘટાડો નોંધાયો છે. અમદાવાદ, બરોડા અને સ્થાનિક શાકભાજીથી માર્કેટ ઉભરાયું છે. જિલ્લાભરમાં ઉનાળુ શાકભાજીનું વાવેતર વધ્યું છે. આગામી સમયમાં હજુ પણ ભાવ ઘટવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી વધેલા ભાવ ઘટતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે અમરેલી શાકમાર્કેટમાં શાકભાજીનો વેપારી મુન્નાભાઇ મેતરે જણાવ્યું હતું કે મરચા, કારેલા, રીંગણા, તુરીયા, ગલકા, કાકડી, દૂધી, કોબી, ગુવાર, ભીંડો અને ફ્લાવર સહિતના શાકભાજીની લોકલ આવક વધવા પામી છે. જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે અને લોકો પોતાને મનગમતું શાક ખાઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો