ભીમ અગિયારસનો તહેવાર નજીકમા છે. ત્યારે લાઠીમા જાહેરમા જુગાર રમી રહેલા સોનલબેન નિલેશભાઇ ધરજીયા, અનીલ હરજીભાઇ ચૌહાણ, રાકેશ હસમુખભાઇ સરલીયા, ગીતાબેન રાજુભાઇ ચૌહાણ અને સોનલબેન ભુપતભાઇ ઝાપડીયાને પોલીસે ઝડપી લઇ 12310ની મતા સાથે ઝડપી લીધા હતા.
જયારે થોરડીમાથી એલસીબી પોલીસે ચંદ્રસિંહ ભીખુભાઇ પરમાર, અશોક મેઘજીભાઇ, પ્રતાપ સરદારભાઇ, લલ્લુભાઇ મોહનભાઇ નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ 13490નો મુદામાલ કબજે લીધો હતો. આ ઉપરાંત પોલીસે અમરેલીમાથી રામજી ભુપતભાઇ ડાભી, ડગો ખીમજીભાઇ સોલંકી, કાનો ગોવિંદભાઇ મકવાણા, સાગર માવજીભાઇ સરીયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ 2310ની મતા સાથે ઝડપી પાડયા હતા.
તેમજ વડીયાના હનુમાન ખીજડીયામાથી પોલીસે જગદીશ બોઘાભાઇ રામાણી, મનીષ ધીરૂભાઇ વઘાસીયા, ભટુરો રમેશભાઇ રાઠોડ, હસાભાઇ વાલાભાઇ સોલંકી, ગગુભાઇ બાવાભાઇ અને અમીરાજ બાબુભાઇ ગેવરીયા તેમજ હસુ હકાભાઇ સોલંકીને જુગાર રમતા ઝડપી લઇ 68290નો મુદામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.