દારૂ જપ્ત:લાઠીના અડતાળામાં 179 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે 2 શખ્સ ઝબ્બે

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે કુલ રૂપિયા 1.33 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

લાઠી તાલુકાના અડતાળાની સીમમાથી પાેલીસે બાતમીના અાધારે દરાેડાે પાડી બે શખ્સાેને ઇંગ્લીશ દારૂની 179 બાેટલ સાથે ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી કુલ રૂપિયા 3,33,470નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇંગ્લીશ દારૂનાે જથ્થાે ઝડપાયાની અા ઘટના લાઠીના અડતાળાની સીમમા બની હતી. અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા, પીઅેસઅાઇ પી.અેન.માેરી સહિત ટીમે બાતમીના અાધારે અહી દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અહીથી જયરાજ બાવકુભાઇ વાળા અને નિલવડાના અજીત કનુભાઇ ધાધલ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા. અા દારૂ જયરાજે વાડીમા કપાસના પાકમા સંતાડયાે હતાે.

પાેલીસે અહીથી જુદીજુદી બ્રાંડની વિદેશી દારૂની 179 બાેટલ કિમત રૂપિયા 53700 તેમજ રાેકડ રૂપિયા 29770 તેમજ માેબાઇલ અને માેટર સાયકલ મળી કુલ રૂપિયા 1,33,470નાે મુદામાલ કબજે લીધાે હતાે. અા બંને શખ્સાેને લાઠી પાેલીસ મથકના હવાલે કરાયા હતા. અા ઉપરાંત રવુ પીઠુભાઇ ખાચર નામના શખ્સને ઝડપી લેવા પણ તજવીજ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...