જાળવણીના અભાવે:ખાંભામાં 25 વર્ષ પહેલાં બનેલા 2 નર્સીંગ કવાર્ટર પડયા પડયા જર્જરિત થઇ ગયા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાળવણીના અભાવે ભંગાર હાલત બની : નવા કવાર્ટર બનાવવા માંગ

અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 25 વર્ષ પહેલા ખાંભામા બનાવેલ નર્સિંગ ક્વાર્ટર ચાલુ ન કરાતા કે નર્સિંગ સ્ટાફને રહેવા ન ફાળવતા વગર વપરાશે ખંઢેર હાલતમાં ઊભા છે. ખાંભાના ભગવતી પરા ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 25 વર્ષ પહેલા સંપૂર્ણ સુવિધાજનક બે ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા બાદ નર્સિંગ સ્ટાફને ફાળવવા વગરના ખાલી પડેલા બંને ક્વાર્ટર્સ ભંગારના ડેલા જેવા થવા સાથે બારી દરવાજા પણ જાળવણીના અભાવે ભંગાર જેવા થવા પામેલ છે.

હાલ બારી દરવાજા વગરના આ બંને ક્વાર્ટરસમાં આરોગ્ય વિભાગના ચોપડાઓ દવાઓ સહિતની લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ ભંગાર હાલતમાં પડી હોય કોઈ કારણ વગર આરોગ્ય વિભાગની ખાંભા ખાતેની ઓફિસ દ્વારા અને અધિકારીઓ દ્વારા કોઈ દિવસ સ્થળ ઉપર મુલાકાત ન કરાતી હોવાથી અને બારી દરવાજાની ગ્રીલ વગરના દરવાજાને તાળા પણ ન મારતા સ્થાનિક રહીશો અહીં પોતાનો ભંગાર ભરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

ભગવતીપરા ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ભાડાના મકાન ગોતવાનું શરૂ કરેલ છેે. પરંતુ આરોગ્ય વિભાગની માલિકીના ક્વાર્ટર તેઓની નજરે ચડતા નથી. અંદાજે છ હજારની વસ્તી ધરાવતા ખાંભાના ભગવતીપરા વિસ્તાર કે જે ખેતી પશુપાલન અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારોની વસ્તી ધરાવતા આ વિસ્તારનાં રહીશોને નાની મોટી બીમારીમાં બે કિ.મી ચાલીને ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નાની મોટી બીમારીની સારવાર લેવા જવું પડતું હોય અથવા ખાનગી દવાખાને નાણાં ખર્ચી દવા સારવાર માટે જવું પડતું હોવાથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ભાડાના મકાનમાં ભગવતીપરામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરી બાદમાં ત્વરિત કાર્યવાહી કરી ઉપરોક્ત નર્સિંગ સ્ટાફની વિશાળ જગ્યામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાય તેવું નાગરિકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...