સિંહની લટાર:પીપાવાવ BMS હાઈવે પર 2 સિંહ જોવા મળ્યા, સુરક્ષાને લઈ ઉઠ્યા સવાલો

અમરેલી17 દિવસ પહેલા
  • ભૂતકાળમાં આ વિસ્તારમાં વાહનોની અડફેટે સિંહના મોત થઈ ચૂક્યા છે

અમરેલીના રાજુલા અને જાફરાબાદનો દરિયાઈ વિસ્તાર સિંહને માફક આવી ગયો હોય તે રીતે અહીં સિંહની સંખ્યા વધી રહી છે. અવારનવાર રસ્તા પર સિંહની લટારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે પણ એક વીડિયો વાઈરલ થયો છે જેમાં પીપાવાવ પોર્ટ નજીક બે સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દ્રશ્યોને લઈ સિંહની સુરક્ષા સામે સવાલો પણ ઉઠ્યા છે.

પીપાવાવ BMS હાઈપે પર સિંહની લટારહાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં બે સિંહ પીપાવાવ-BMS હાઈવે ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. સિંહ જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા છે ત્યારે બંને બાજુના વાહનો પણ થોડી વાર માટે થંભી જાય છે. આ સમયે લોકોએ સિંહની લટારનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

આ વિસ્તારમાં ભૂતકાળમાં સિંહના અકસ્માત થઈ ચૂક્યા છેપીપાવાવ પોર્ટ પર સતત વાહનોની અવરજવર રહે છે. ભૂતકાળમાં અહીં રસ્તા પર સિંહ આવી જતા વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ પણ બની ચૂકી છે. આ વિસ્તારમાં વાહનચાલકને જાગૃત કરતા બોર્ડ લગાવવા અને સ્પીડબ્રેકર મૂકવાની માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...