તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:અમરેલીના સાવરકુંડલાના ચરખડીયામાં 2 ઈંચ વરસાદ, ખારી નદીમાં પૂર આવ્યું

અમરેલી21 દિવસ પહેલા
  • ખાંભા,ધારી,લાઠી,રાજુલા,જાફરાબાદ, સાવરકુંડલા સહિત વિસ્તારમા વરસાદ

અમરેલી જિલ્લામા આજે ધોધમાર વરસાદ બપોર બાદ પડી રહ્યો છે સતત વરસાદી માહોલ વચ્ચે અવિરત પણ વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર પવન સાથે વરસાદ પડ્યો હતો. ગ્રામ્યના ચરખડીયા ગામમાં 2 ઇંચ વરસાદ ખાબકતા સ્થાનીક ખારી નદીમાં ઘોડાપુર આવ્યું હતુ.

બીજી તરફ ધારીના ચલાલા ગોપાલગ્રામ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. ખાંભા શહેરમાં 1 કલાક સુધી વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. બીજી તરફ ગ્રામ્યના ત્રાકુડા,ડેડાણ, ભુડણી, નિગાળા જેવા વિસ્તારમા ધોધમાર વરસાદ પડ્યો સાથે સાથે પીપાવાવ પોર્ટ,રાજુલા,જાફરાબાદ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.

સમગ્ર જિલ્લામાં આજે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે ખેડૂતો આ વરસાદથી ખુશ ખુશાલ બન્યા છે બીજી તરફ અનેક ગામડાના તળાવ નાનકડા ચેકડેમો માં પાણી ની આવક જોવા મળી રહી છેતો જાફરાબાદ ગઈકાલે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, આજે દરિયામાં ભારે પવન અને ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...