વરસાદી માહોલ જામ્યો:ખાંભાના ગીર જંગલમાં 2 ઇંચ વરસાદ ખાબકડા નેહડા બે કાંઠે વહેતા પૂરની સ્થિતિ સર્જાઈ, તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારી, જાફરાબાદ, રાજુલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, સાવરકુંડલામાં એક યુવકનું ડુબી જતા મોત
  • અમરેલી શહેરના કામનાથ સરોવરમાં નવા નીરની ભરપૂર આવક

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાંભાના ગીર જંગલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નેહડાઓ બે કાંઠે વહેતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ધારીના મીઠાપુર ગામ નજીક ગીર વિસ્તારની શેત્રુંજી નદીમાં આજે ફરી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદની શક્યતાને પગલે તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અમરેલી શહેરનું કામનાથ સરોવર છલકાયું હતું.

એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી
હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમરેલી જિલ્લામાં 2 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા તમામ તાલુકા મથક ઉપર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અમરેલી ખાતે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી સીધું મોનિટિંગ કરવામાં આવે છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા દિવસ દરમિયાન વિવિધ સ્થેળે મુલાકાત લઈ રહ્યા છે. સતત વરસાદને લઈ તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રોડ ઉપર પાણી ફરી વળ્યાં
અમરેલીના ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત નજીકના ગીર જંગલ વિસ્તારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતા અને જંગલના નેહડાઓ બે કાંઠે વહેતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સાવચેત રેહવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાય છે.

ધારી સરસિયા સહિત ગામડામાં વરસાદ
અમરેલી શહેરમાં આવેલું જીવાદોરી સમાન કામનાથ સરોવરમાં ધોધમાર વરસાદને પગલે નવા નીરની આવક થઈ હતી. ધારી સરસિયા સહિત ગામડામાં વરસાદ પડ્યો હતો. રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે દરિયા કાંઠે આવેલા રોહિસા ગામમાં તંત્ર દ્વારા સાવચેત રેહવા અપીલ કરી લોકોને એલર્ટ કર્યા હતા. અહીં ઢોલ નગારા સાથે લોકોને વિસ્તાર વાઇઝ એલર્ટ કરવામાં આવ્યાં હતા.

યુવાનનો પગ લપસતા ડેમમાં ખાબક્યો
સાવરકુંડલાના નાના ભમોદ્રા ગામ નજીક પશુ ચરાવવા એક યુવાન ગયો હતો. આ યુવાનનો પગ લપસી જવાના કારણે યુવાન ડેમમાં ખાબક્યો હતો. જેની જાણ સાવરકુંડલા ફાયર વિભાગ, 108, પોલીસની ટીમ, પ્રાંત અધિકારી સહિતને થતા કાફલો પોહચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. જેથી આજથી 2 દિવસ શાળા કોલેજને પણ તંત્ર દ્વારા રજા જાહેર કરી દેવાય છે. આજે મોડી રાતે વરસાદ પવન સાથે આવી શકે છે. તેવી જિલ્લા વહીવટતંત્રને શક્યતા છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળાથી લોકોને દૂર રહેવા તંત્રએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...