કાર્યવાહી:અમરેલીમાં હેરોઇન અફિણ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરતા 2 પરપ્રાંતિય શખ્સને ઝડપી લેવાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજી પોલીસે રૂા. 2.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો: અન્ય શખ્સોને પકડવા તજવીજ

અમરેલી એસઓજી પોલીસે બાતમીના આધારે અહીની સિવીલ હોસ્પિટલ નજીકથી બે પરપ્રાંતિય શખ્સોને હેરોઇન, અફિણ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરી ઝડપી લઇ 2.14 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માદક પદાર્થો સાથે બે શખ્સો ઝડપાયાની આ ઘટના અમરેલીમા બની હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એસ.એમ.સોની, પીએસઆઇ જે.કે.મોરી તથા ટીમે બાતમીના આધારે અહીની સિવીલ હોસ્પિટલ નજીક રાજસ્થાનના શૈશાવાના ભૈરારામ ક્રિષ્નારામ ચૌધરી તેમજ પુનમચંદ ટીકારામ ચૌધરી નામના શખ્સોને ઝડપી પાડયા હતા.

આ બંને શખ્સો પાસેથી થેલામા રાખેલ પોષ ડોડવાના ટુકડા 500 ગ્રામ, હેરોઇન 38 ગ્રામ, અફિણ 102 ગ્રામ, પોષ ડોડવાનો પાવર 230 ગ્રામ મળી કુલ રૂપિયા 2,14,390નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે આ શખ્સોની પુછપરછ કરતા તેમણે પીરારામ, ઓમપ્રકાશ, સુનીલ, ચંપાલાલ દેવારામ ચૌધરી અને એક અજાણ્યા શખ્સ પાસેથી આ માદક પદાર્થ મેળવ્યો હોવાનુ ખુલતા પોલીસે અન્ય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...