હુકમ:અમરેલી જિલ્લામાં આજથી 2 દિવસ શાળા કોલેજોમાં રજા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિથી અતિભારે વરસાદની આગાહીના પગલે કલેકટરનો હુકમ

અમરેલી જિલ્લામા હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામા આવી હોય જિલ્લા કલેકટરે આજે હુકમ જાહેર કરી આવતીકાલથી બે દિવસ માટે શાળા કોલેજોમા રજા જાહેર કરી દીધી હતી. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 14 ઉપરાંત તારીખ 15 સુધી અમરેલી જિલ્લામા રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. બે દિવસ સુધી અમરેલી જિલ્લામા અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આવતીકાલે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામા તથા 15મીએ અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામા રેડ એલર્ટ અપાયુ છે. જેને પગલે અતિભારે વરસાદની શકયતા હોય બે દિવસ સુધી શાળાઓમા રજા જાહેર કરી દેવાઇ છે. અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા, કોલેજો, આઇટીઆઇ અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમા બે દિવસ રજા જાહેર કરાઇ છે.

નદીઓમાં પુરથી ધારીનો પ્રેમપરાનો પુલ બંધ કરાયો
દરમિયાન આજે ગીર પંથકના વરસાદના કારણે ધારીમા નદીઓમા પુર હોય ધારીથી બગસરા રોડ પર પ્રેમપરા નજીક આવેલ નીચા પુલ પરથી તંત્રએ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો.તસવીર-અરૂણ વેગડા

વરસાદી પાણી ભરાતા તંત્ર લુંઘિયામાં દોડ્યું
બગસરા તાલુકાના લુંઘીયામા વરસાદી પાણીનો ભરાવો થવાની ફરિયાદ મળતા સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી વિગેરે લુંઘીયા ગામે દોડી ગયા હતા. જો કે અહી રસ્તો ચાલુ રહ્યો હોય તંત્રએ રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...