હત્યાના પ્રયાસનો મામલો:રાજુલાના છતડીયા રોડ પર દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર બંને લુખ્ખાઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

અમરેલીના રાજુલાના છતડીયા રોડ પર 3 તારીખે સાંજના સમયે લુખ્ખાગીરી કરનાર બંને લુખ્ખાઓની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજુલા પોલીસે આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં તારીખ 03-03-2022ના સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ રાજુલા શહેરના છતડીયા રોડ પર આવેલ સતનામ પાનના ગલ્લે છતડીયા રોડ તરફથી અલ્ટો ફોર વ્હીલમાં બે અજાણ્યા ઇસમોએ આવી ગલ્લા પાસે માથાકુટ કરી હતી. દુકાન આગળ ગુજરાત ગેસની ગટરનું ખોદકામ ચાલુ હોય અને ત્યાં બહારના મજુરો કામ કરતા હતા ત્યાં મજુરી કામ કરી રહેલ સાહેદ માલાભાઇને માથાના ઉપરના ભાગે મારી નાખવાના ઇરાદે પાવડાનો એક ઘા મારી જીવલેણ હુમલો કરતાં માથામાં વીસેક ટાંકાઓ આવેલ, તે પછી બન્ને આરોપીઓએ જુદા જુદા વેપારીઓ તથા વાહન ચાલકો સાથે માથાકુટ કરી પોતાની અલ્ટો ફોર વ્હીલ લઇ નાસી ગયેલ જે અંગે રાજુલા પો.સ્ટે.માં એ-પાર્ટ ગુ.ર.નં. 11193050220204/20222 IPC કલમ 307, 323,504,114 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

સમગ્ર ઘટના બાદ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય,નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી, દ્રારા આ ગુન્હાના આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપ્યા બાદ રાજુલા પો.સ્ટે.ના પી.આઈ ડી.વી.પ્રસાદ અને તેમની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરી આરોપીઓ તથા ફોર વ્હીલની માહીતી મેળવી બન્ને આરોપીઓે ગણતરીની મિનીટોમાં જીવના જોખમે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરતાં નામદાર કોર્ટે દિન-02 ના રીમાન્ડ મંજુર કરતાં હાલ બન્ને આરોપીઓ રીમાન્ડ હેઠળ છે. અને રાજુલા પોલીસ દ્વારા પૂછ પરછ પણ હાથ ધરી છે

ઘટના બાદ SPએ સ્થળ વિઝિટ કરી હતીઅસામાજિક તત્વો દ્વારા દુકાનો સહિત છતડીયા રોડ ઉપર જે રીતે નિર્દોષ લોકોને માર મારી આતંક મચાવતા ફફડાટ ફેલાયો હતો. ઘટના બાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે અને લુખ્ખા તત્વોની શાન ઠેકાણે પાડવા માટે અમરેલી SP નિર્લિપ્ત રાય પણ રાજુલા દોડી આવ્યા હતા અને બનાવ ને લઈ શહેરમાં જાતે પેટ્રોલિંગ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...