અમરેલી તાલુકાના સરંભડા વિસ્તારમા સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે ગઇકાલે ગામના પાદરમા બે ડાલામથ્થા સાવજોએ શિકારની શોધમા આવી રેઢીયાર ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી.અહીના બાબાપુર, સરંભડા સહિતના વિસ્તારોમા પાછલા ઘણા સમયથી સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહીથી પસાર થતી શેત્રુજી તેમજ સાતલડી નદીના પટમા પણ અવારનવાર સાવજો આવી ચડે છે.
ગઇકાલે અહીના સરંભડામા એક સિંહ અને સિંહણ શિકારની શોધમા સરંભડા ગામના પાદરમા આવી ચડયા હતા.અહી આ સાવજોએ એક રેઢીયાર ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમા અવારનવાર સાવજો વાડી ખેતરોમા પણ આંટાફેરા મારતા નજરે પડે છે. અનેક વખત ગામના પાદરમા આવી ચડતા હોય ગ્રામજનોમા ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.