અમરેલી:રાજકોટના લાલપરી તળાવમાં ડુબવાથી એકનું મોત, ધારીમાં હિંખીમડીપરાના ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ધારી ખસેડવામાં આવ્યાં

અમરેલી જિલ્લાના ધારીના હિંખીમડીપરાના ધોળીયા ઘુનામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબી જતા બંનેના મોત નિપજ્યાં છે. જેથી બંનેના મૃતદેહને ઘુનામાંથી બહાર કાઢી પીએમ માટે ધારી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ રાજકોટમાં લાલપરી તળાવમાં એક યુવકનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી આપ્યો છે.

2 બાળકોના મોતને ગઈને ગામમાં શોક વ્યાપી ગયો
ઘટનાની વિગત અનુસાર આજે સવારે ધારીમાં રહેતા જીજ્ઞેશ ઈટોળીયા (ઉં.વ.12) અને રોહિત પરમાર (ઉં.વ.-11) નામના બે બાળકો હિંખીમડીપરાના ધોળીયા ઘુનામાં નાહવા પડ્યા હતા. તે દરમિયાન બંને બાળકો ઘુનામાં ડુબી જતા બંનેના મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ ગામ લોકોને થતાં બંને બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. હાલ તો બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ધારી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યાં છે. 2 બાળકોનાં મોતને લઈને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

(અરૂણ વેગડા, ધારી)

અન્ય સમાચારો પણ છે...