ટ્રાફિક ડ્રાઇવ:ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર 198 વાહન ચાલકોને 63900નો દંડ

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થતા ઇજાના બનાવ અટકાવવા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ
  • 37 ‌‌વાહનોને ડીટેઈન કરાયા હતા : સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન 959 વાહનો ચેક કરાયા

અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત તથા ઈજાના બનાવો અટકાવવા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. અહી એક જ દિવસમાં જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 959 વાહનોનું પોલીસે ચેકીંગ કર્યું હતું. અહી ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર 198 વાહન ચાલકોને રૂપિયા 63900નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકર સિંહએ માર્ગ અકસ્માતમાં થતા મોત અને ઈજાના બનાવો અટકાવવા માટે ટ્રાફિક નિયમનું પાલન થાય તે માટે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું.

અહી ટ્રાફિકના નિયમનું પાલન નહી કરનાર વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. અહી ટ્રાફિક ટ્રાઈવ દરમિયાન જિલ્લાભરમાં 959 વાહનોનું ચેકીંગ કરાયું હતું. જેમાં 198 વાહન ચાલક પાસેથી રૂપિયા 63900નો દંડ વસુલવામાં આવ્યો હતો.આ ડ્રાઈવ દરમિયાન 37 વાહનોને ડીટેઈન કરાયા હતા. જિલ્લામાં ટ્રાફિક નિયમનું પાલન કરવા પોલીસે વાહન ચાલકોને અપીલ કરી હતી. લોકોને પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ પહેરવા જરૂરી બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...