તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GPSCની પરીક્ષા:8 સેન્ટર પર 1927 ઉમેદવાર GPSC ની પરીક્ષા આપશે

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે કલેકટરની અધ્યક્ષતામાં આયોજન અંગે બેઠક
 • ના. કોઓડીનેટર તરીકે એમ. કે. પ્રજાપતિ ફરજ પર

અમરેલીમાં 3 જાન્યુઆરીના દિવસે 8 સેન્ટર પર 1927 ઉમેદવાર 89 બ્લોકમાં જીપીએસસીની પરીક્ષા આપશે. જેના માટે આવતીકાલે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળશે. હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમરેલીમાં 3 જાન્યુઆરીના રોજ પોલીસ ઇન્સપેક્ટર વર્ગ 2ની પરીક્ષા યોજાશે.

અહીં શિક્ષણ વિભાગ દ્વારા 8 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દિપક હાઈસ્કૂલ, કમાણી ફોરવર્ડ, જી.જી.બેન હાઈસ્કૂલ, ટી.પી. એમ.ટી સ્કૂલ, કે.કે.પારેખ, એસ.એસ.અજમેરા અને સેન્ટમેરી હાઈસ્કૂલમાં 1927 ઉમેદવાર સવારે 11 થી 2 વાગ્યા સુધી પરીક્ષા આપશે. જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આયોજન અંગે શિક્ષણ, એસટી અને પી.જી.વી.સી.એલના અધિકારીઓની બેઠક મળશે. પરીક્ષામાં નાયબ કોઓડીનેટર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે.પ્રજાપતિ ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો