ધરપકડ:બાબરા જીવાપર, રાજસ્થળીમાંથી જુગાર રમતા 19 શખ્સ ઝડપાયા

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે બાબરા, જીવાપર અને રાજસ્થળીમાથી 19 જુગારીને ઝડપી લઇ 52 હજારનો મુદામાલ કબજે લીધો હતો. અમરેલી તાલુકા પોલીસે અહીના રાજસ્થળીમા જાહેરમા જુગાર રમી રહેલા નિલેશ ગોરધનભાઇ સેંજલીયા, જયંતી પાલજીભાઇ રાઠોડ, મનસુખ સામતભાઇ પરમાર, બીપીન કાંતીભાઇ મકવાણા, રાહુલ ધીરજલાલ સેંજળીયા નામના શખ્સોને ઝડપી લઇ 10470ની મતા કબજે લીધી હતી.

જયારે બાબરામા આશરાનગરમાથી અશોક વિભાભાઇ કાવઠીયા, કિશોર જીણાભાઇ જીલીયા, મનોજ ધીરૂભાઇ કાવઠીયા, હરસુખ નાગજીભાઇ ડાભી, હરેશ હરસુખભાઇ ડાભી નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ 10800ની મતા કબજે લીધી હતી. આ ઉપરાંત અહીના જીવાપરમાથી ભુપત ભગાભાઇ સારમીયા, રમેશ વિરજીભાઇ ગોરસવા, મહેશ ભગાભાઇ સારસીયા, વિપુલ લીંબાભાઇ બાંભવા, લાલજી લખમણભાઇ ભડગંજી, ભરત રવજીભાઇ મોણપરા, ભરત ભવાનભાઇ કોલડીયા અને હિમત ખોડાભાઇ વિરડીયાને જુગાર રમતા ઝડપી લઇ 30780નો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...