પદયાત્રા:બે દિવસીય યોજાયેલી પદયાત્રામાં 2 બાળકો સહિત 181 લોકો જોડાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલારામ ધુન મંડળ દ્વારા અમરેલીથી વિરપુરની પદયાત્રા યોજાઇ

અમરેલીમા જલારામ ધુન મંડળ દ્વારા દર વર્ષે અમરેલીથી વિરપુરની પદયાત્રાનુ આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત યોજાયેલી બે દિવસીય પદયાત્રામા 181 લોકો જોડાયા હતા. અમરેલી લોહાણા મહાજનના આગેવાનો, ટ્રસ્ટીઓ અને વિવિધ સંસ્થાના હોદેદારો દ્વારા 29મી તારીખે આ ભવ્ય પદયાત્રાને પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતુ અને પદયાત્રીઓને શુભેચ્છા પાઠવાઇ હતી. જલારામ ધુન મંડળ દ્વારા વર્ષોથી આ પ્રકારની પદયાત્રાનુ આયોજન કરવામા આવે છે. જેમા અમરેલી તથા આસપાસના વિસ્તારમાથી પદયાત્રિઓ જોડાયા હતા. આ પદયાત્રીઓએ રાત્રી રોકાણ સુલતાનપુરમા કર્યુ હતુ.

પદયાત્રામા વંશ ભાવેશભાઇ સોમૈયા, મીત ભાવિનભાઇ રૂપારેલીયા એમ બે બાળકો પણ જોડાયા હતા. કુલ 181 પદયાત્રિઓ જોડાયા હતા. આ બંને બાળકોએ સતત ત્રીજા વર્ષે પદયાત્રા કરી હતી. પદયાત્રાનુ સમગ્ર સંચાલન જલાારામ ધુન મંડળ દ્વારા કરાયુ હતુ તેમ ભાવેશભાઇ સોમૈયાએ જણાવ્યુ હતુ. રઘુવંશી સમાજના આગેવાનોએ પદયાત્રીઓને અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...