તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાજુલા-જાફરાબાદના 18 ગામાે એસટી સુવિધાથી વિહાેણા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક ગામાેમાં લાેકડાઉન બાદ બસાે શરૂ કરાઇ નથી : મુસાફરાે પરેશાન
 • ખરાબ રસ્તાના કારણે બસ બંધ હાેવાનું તંત્રનું ગાણું

અેક તરફ સરકાર લાેકાેને અેસટી બસની સુવિધા મળી રહે તેવા બણગા ફુંકી રહી છે. તેની વચ્ચે રાજુલા જાફરાબાદના 18 ગામાેમા લાેકાેને અેસટીની સુવિધા મળી રહી નથી જેના કારણે ગ્રામજનાેમા રાેષ જાેવા મળી રહ્યાે છે. અનેક વખત રજુઅાત છતા અેસટી સુવિધા મળતી ન હાેય લાેકાેને નાછુટકે ખાનગી વાહનાેમા બેસીને જાેખમી મુસાફરી કરવી પડી રહી છે. તાે તંત્ર ખરાબ રસ્તાના કારણે બસાે બંધ હાેવાનુ ગાણુ ગાઇ રહ્યું છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના અતિ પછાત ગામાેમા લાેકાેને અેસટી બસની સુવિધા મળતી ન હાેય ભારે કચવાટ જાેવા મળી રહ્યાે છે. હજુ અનેક ગામાેમા લાેકાેઅે અેસટી બસાે જાેઇ નથી. અા વિસ્તારમા અનેક નાના માેટા ઉદ્યાેગાે પણ ધમધમી રહ્યાં છે.

પરંતુ મુસાફરી માટે લાેકાેને પુરતી સુવિધા મળતી નથી. ભૂતકાળમા અા પ્રશ્ને અનેક વખત રજુઅાતાે પણ કરવામા અાવી હતી. અેસટી તંત્રઅે ખરાબ રસ્તાનુ બહાનુ અાગળ ધરી દીધુ હતુ. અનેક ગામાે અેવા છે કે જયાં અેસટી બસ શરૂ હતી. ખાસ કરીને ઇમરજન્સી વખતે ભારે હેરાનગતિ સહન કરવી પડી રહી છે. શાળા કાેલેજ જતા છાત્રાે તેમજ ધંધા રાેજગાર માટે જતા લાેકેા તાેબા પાેકારી ઉઠયાં છે. અને તંત્ર દ્વારા તાકિદે અા ગામાેમા અેસટી બસની નિયમીત સુવિધા ઉભી કરાઈ તેવી માંગ ઉઠાવી રહ્યાં છે.

કયા કયા ગામમાં અેસટીની સુવિધા નથી ?
રાજુલા જાફરાબાદ પંથકના ચાંચબંદર, ખેરા, પટવા, સમઢીયાળા, ભચાદર, ઉચૈયા, વડ, ધારાનાનેસ, ભેરાઇ, રામપરા, મજાદર, ધારાબંદર, ભટવદર, ઘેસપુર, સાેખડા, વડલી, અેભલવડ, પીછડી, ભાડા, જુની જીકાદ્રી, પીપાવાવ ધામ વિગેરે વિસ્તારમા અગાઉ બસ ચાલતી પરંતુ હાલમા અા સુવિધા લાેકાેને મળી રહી નથી.

ચાંચબંદરના સરપંચ કાનજીભાઇ ચાૈહાણે જણાવ્યું હતુ કે અાઝાદીના વહાણા વિતી ગયા બાદ પણ અા વિસ્તારના ચારેક જેટલા ગામને અેસટી બસની સુવિધા મળી નથી. ચાંચબંદરથી ચાેટીલા સુધી બસ દાેડાવવાની વાત અાવી હતી પરંતુ હજુ સુધી શરૂ થઇ નથી.

અેક વર્ષ પહેલા બસ આવતી હતી : ગુજરીયા
પીપાવાવ ધામના સરપંચના પ્રતિનિધિ અને આગેવાન ભાણાભાઈ ગુજરીયાએ જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા બસ આવતી હતી. જાે કે હાલ બસ બંધ છે. અનેક વખત રજુઅાત પણ કરી છે પરંતુ ડેપાે મેનેજર પણ ગંભીરતાથી લેતા નથી.

ખરાબ રસ્તાના કારણે બસ બંધ છે
અમરેલી એસ.ટીના ડી.ટી.ઓ.વિમલ નથવાણીઅે જણાવ્યું હતુ કે ખરાબ રસ્તાના કારણે બસાે અહી દાેડી શકે તેમ ન હતી. અમુક ગામમા માર્ગની બંને તરફ બાવળાે ઉગી નીકળ્યાં હતા. અગાઉ રસ્તા અંગે સર્વે કરાવ્યાે હતાે. જાે કે હવે ફરી અેક વખત સર્વે કરાવી બસાે દાેડાવવાનુ અાયાેજન કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો