ધરપકડ:જિલ્લામાં ત્રણ સ્થળેથી જાહેરમાં જુગાર રમતા 18 શખ્સ ઝડપાયા

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાેલીસે કુલ રૂપિયા 56330નાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા અાવી છે. ત્યારે પાેલીસે જામબરવાળા, માેણપુર તેમજ બાબરામાથી 18 જુગારીને ઝડપી પાડયા હતા. પાેલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂપિયા 56330નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પાેલીસે જુગારનાે પ્રથમ દરાેડાે બાબરાના જામબરવાળામા પાડયાે હતાે. અહી જાહેરમા જુગાર રમી રહેલા અનક ભનુભાઇ ચારાેલા, ધીરૂ શંભુભાઇ ચારાેલા, બહાદુર હઠાભાઇ પરમાર, નરેશ પલજીભાઇ ચાઢમીયા, વિક્રમ પલજીભાઇ અને ભનુભાઇ નામના શખ્સાેને ઝડપી લીધા હતા. અહીથી પાેલીસે 11150નાે મુદામાલ કબજે લીધાે હતેા.

જયારે બાબરામા અાશરાનગરમા જાહેરમા જુગાર રમી રહેલા દિનેશ મનજીભાઇ ડાભી, હિતુ કાળાભાઇ સરવૈયા, અારીફ અામદભાઇ અને મનીષ નાનજીભાઇ તેમજ સીરાજ સતારભાઇ નામના શખ્સાેને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી 41950નાે મુદામાલ કબજે લીધાે હતાે.

અા ઉપરાંત પાેલીસે અમરેલીના માેણપુરમાથી મનસુખ સાેમાભાઇ મકવાણા, વશરામ અરજણભાઇ ડાભી, રવજી સુરાભાઇ, ગાેવિંદ કરશનભાઇ, અશાેક નાનજીભાઇ, વિજય સાેમાભાઇ નામના શખ્સાેને જુગાર રમતા ઝડપી લીધા હતા. અહીથી પાેલીસે 3230ની મતા કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...