દારૂની હેરાફેરી:લીલિયા અને રાજુલામાંથી દારૂની 18 બોટલ ઝડપાઇ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પોલીસની કાર્યવાહી છતાં દારૂની હેરાફેરી શરૂ
  • પોલીસે​​​​​​​ બંને સ્થળેથી કુલ રૂપિયા 76 હજારનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે લીલીયા અને રાજુલાના હિંડોરણા ચોકડી નજીકથી બે શખ્સોને ઇંગ્લીશ દારૂની 18 બોટલ સાથે ઝડપી લીધા હતા.રાજુલા પાેલીસ મથકના પીઅાઇ અે.અેમ.દેસાઇની સુચનાથી સર્વેલન્સ સ્કવાેડના બી.અેમ.વાળા, ભીખુભાઇ ચાેવટીયા તથા ટીમે અહીના હિંડોરણા ચોકડી નજીકથી રીક્ષા નંબર જીજે 04 એયુ 0082ને અટકાવી તલાશી લેતા તેમાથી વિદેશી દારૂની 10 બોટલ મળી આવી હતી.

નિઝાર ઉર્ફે રફિક રજબઅલી કાજાણી (ઉ.વ.31) નામના શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસે અહીથી કુલ રૂપિયા 73 હજારનો મુદામાલ કબજે લીધો હતો. બનાવ અંગે એએસઆઇ ડી.ડી.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.આ ઉપરાંત પોલીસે લીલીયામા ગાયત્રી સોસાયટીમા રહેતા રણજીત જેતુભાઇ ધાધલ (ઉ.વ.38) નામના શખ્સ પાસેથી વિદેશી દારૂની 8 બોટલ ઝડપી લઇ કુલ રૂપિયા 3920નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એચ.પી.વેગડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...