તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:અમેરલી તાલુકાના વડેરાના ખેડૂતને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે PM ફંડમાંથી 1.75 લાખની સહાય

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારની આર્થિક સ્થિતી ખુબ જ નબળી

અમરેલી તાલુકાના વડેરા ગામના અેક ખેડૂતને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હાેય પરિવાર અા ખર્ચ ઉઠાવી શકતાે ન હાેય પીઅેમ રીલીફ ફંડમાથી રૂપિયા 1.75 લાખની સહાય તેને કરવામા અાવી છે.

જેથી હવે તેની અાગળની સારવાર શકય બનશે.અમરેલીના વડેરા ગામના ધનસુખભાઇ ઘનશ્યામભાઇ પાનસેરીયાને કિડનીની બિમારી થતા અમદાવાદ સિવીલ હાેસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામા અાવ્યા હતા. તેમના પરિવારની અાર્થિક સ્થિતિ નબળી છે અને સારવારનાે ખર્ચ પરવડી શકે તેમ ન હાેય અા દર્દીના પરિવારે સાંસદ નારણભાઇ કાછડીયાને મદદરૂપ થવા અનુરાેધ કર્યાે હતાે. સાંસદ દ્વારા અા પરિવારને સહાય માટે પ્રધાનમંત્રીને રજુઅાત કરવામા અાવી હતી. જેને પગલે પ્રધાનમંત્રી રીલીફ ફંડમાથી તેમની અાગળની સારવાર માટે રૂપિયા 1.75 લાખની સહાય મંજુર કરવામા અાવી હતી. જેને પગલે હવે ધનસુખભાઇની અાગળની સારવાર શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...