વિજ કંપની દ્વારા ફરી એક વખત અમરેલી ડિવીઝન નીચે આવતા વિસ્તારોમા સઘન વિજ ચેકીંગ હાથ ધરવામા આવ્યું છે. આજે 37 ટુકડીઓએ કોડીનાર પંથકમાથી 17.30 લાખની વિજ ચોરી ઝડપી પાડી હતી. વિજ કચેરીના સુત્રોએ જણાવ્યું હતુ કે અમરેલી ડિવીઝન-1ની અમરેલી સર્કલની ટીમો તથા કોડીનાર, ઉનાની ટીમો મળી કુલ 37 ચેકીંગ ટુકડીઓ બનાવવામા આવી હતી.
આ ટુકડીઓ દ્વારા કોડીનાર તાલુકામા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમા મોટા પ્રમાણમા વિજ ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ. ચેકીંગ ટુકડીઓ દ્વારા કુલ 565 કનેકશનો ચેક કરવામા આવ્યા હતા. આ ચેકીંગ ટુકડીઓએ 6 કોમર્શિયલ કનેકશન તથા 559 રહેણાંક કનેકશન ચેક કર્યા હતા. જે પૈકી 95 રહેણાંક કનેકશનમા ગેરરીતિ સામે આવી હતી. જયારે 2 કોમર્શિયલ કનેકશનમા પણ ગેરરીતિ સામે આવી હતી. જે તમામને કુલ 17.30 લાખ રૂપિયાના દંડ સહિતના બીલ ફટકારવામા આવ્યા હતા. આમ, પીજીવીસીએલની કાર્યવાહીથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.