ક્રાઇમ:અમરેલી જિલ્લાનાં નવી માંડરડી અને ખીચામાંથી 17 જુગારી ઝબ્બે

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 11190નો મુદામાલ કબજે લીધો

જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે પોલીસે રાજુલાના નવી માંડરડી અને ધારીના ખીચામાથી 17 જુગારીને ઝડપી લઇ કુલ રૂપિયા 11190નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે ધારી તાલુકાના ખીચા ગામેથી જાહેરમા જુગાર રમી રહેલા રવિરાજ મહિપતસિંહ ડાભી, સાગર પરશોતમભાઇ બુહા, જગદીશ જીણાભાઇ ઇટોલીયા, હિતેશ લખમણભાઇ ઠુંમર, સિધ્ધરાજ મહિપતસિંહ ડાભી, જીજ્ઞેશ જયંતીભાઇ ભુવા, ભાવેશ બાબુભાઇ ભુવા, અક્ષય રાજુભાઇ ભુવા, ભરત લાભુભાઇ સાતલીયા નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી રૂપિયા 9200નો મુદામાલ કબજે લીધો હતો. જયારે અન્ય એક જુગારનો દરોડો રાજુલાના નવી માંડરડી ગામે પાડયો હતો. અહીથી પોલીસે જાહેરમા જુગાર રમી રહેલા હરેશ ચકુરભાઇ બલદાણીયા, ભાવેશ સવજીભાઇ ડાભી, ભરત કાબાભાઇ કોળી, વિનુ બચુભાઇ જીંજાળા, પીન્ટુ નાજાભાઇ જીંજાળા, પાંચા દેવાયતભાઇ, જનક શાંતીરામભાઇ અને વિનુ બચુભાઇ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે અહીથી રૂપિયા 1990ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...