સાવરકુંડલામા રહેતા એક વેપારીએ અહી જ રહેતા અને વાસણના ધંધાની આડમા વ્યાજનો ધંધો કરતા શખ્સો પાસેથી વ્યાજે લીધેલા નાણા ચુકવી દીધા હોવા છતા 1.67 લાખ ચુકવવા દબાણ કરતા આ બારામા તેની સામે સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
ગીજુભાઇ લાભશંકર પુરોહિત (ઉ.વ.47) નામના વેપારીએ સાવરકુંડલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ આરતી હોમ પ્રોડકટસ નામની દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. તેમને નાણાની જરૂર હોય અહી જય વાસણ ભંડાર નામથી દુકાન ચલાવતા મિલન દિનકરરાય કડવાણી પાસેથી રૂપિયા 40 હજાર વ્યાજે લીધા હતા અને બાદમા 50 હજાર, બાદમા 70 હજાર મળી કુલ 4.10 લાખ મળી તેમણે વ્યાજ સહિત 5,23,590 તેમને ચુકવી દીધા હતા.
જો કે મિલન કડવાણી, હિમાંશુ કડવાણી, રિતેષ કડવાણી, જયપ્રકાશ તેમની પાસેથી વધુ 1,67,875 નાણાની માંગણી કરી તેમને આપેલ કોરો ચેક બેંકમા નાખી બાઉન્સ કરાવી હેરાન પરેશાન કર્યા હતા. બનાવ અંગે પીઆઇ એસ.એમ.સોની વધુ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
અત્રે નોંધનીય બની રહેશે કે, અમરેલીમાં જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં અવારનવાર લોકો જરૂર પડ્યે પૈસા ઉછીના લેતા બાદ ચૂકવી દેતા હોવાથી પણ વ્યાજખોરો ધમકી આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.