તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જિલ્લામાંથી 162 શખ્સાે નશાે કરેલી હાલતમાં ઝબ્બે

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાેલીસે 20 સ્થળેથી દેશી દારૂ પણ કબજે લીધાે

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી, વેચાણ તેમજ નશાખાેરીની પ્રવૃતિ ડામવા પાેલીસે કમર કસી છે. ત્યારે પાેલીસે એક જ દિવસમા જિલ્લામા 162 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે પાેલીસે જુદાજુદા 20 સ્થળેથી દેશીદારૂ પણ ઝડપી પાડયાે હતાે.

પાેલીસે સાવરકુંડલા, જાફરાબાદ, લાઠી, ધારી, કરમદડી, માેણવેલ, દામનગર, લીલીયા, ગુંદરણ, બાબરા, વડીયા, કુંકાવાવ, ટીંબી ચેકપાેસ્ટ, ખાંભા રાજધાની ત્રણ રસ્તા, ચાંચ, વિકટર, ખેરા, કાેવાયા, બગસરા, જાેલાપર, ખાંભા, દાતરડી, રાજુલા, વંડા, શેલણા, ગાવડકા, ચલાલા વિગેરે સ્થળેથી 162 શખ્સાેને નશાે કરેલી હાલતમા ઝડપી લીધા હતા. આ ઉપરાંત પાેલીસે બાબરા, નારાયણનગર, દામનગર, સનાળીયા, લાેકી, ભેસવડી, વિકટર, ચાંચ, કાેવાયા, સમઢીયાળા, બગસરા, સાવરકુંડલા, અમરેલી, શેલણા, કેરીયાનાગસ વિગેરે સ્થળેથી દેશીદારૂ પણ કબજે લીધાે હતાે. પાેલીસની આ કાર્યવાહીથી બુટલેગરાે અને નશાખાેરાેમા ફફડાટ ફેલાયાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો