માગ:અમરેલી એસટીના 1600 કર્મીઓ વિવિધ માંગણી મુદ્દે 9મીએ કાળી પટ્ટી ધારણ કરશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગણી નહી સંતોષાય તો સંકલન સમિતીનું 17મીએ માસ સીએલનું એલાન

અમરેલી એસટીના 1600 જેટલા કર્મચારીઓ વિવિધ માંગણી મુદ્દે 9મીએ કાળી પટ્ટી ધારણ કરશે. અહી વિવિધ દેખાવ કર્યા બાદ પણ તેમની માંગણી સંતોષવામાં નહી આવે તો સંકલન સમિતિ દ્વારા 17મીએ માસ સીએલ પર ઉતરવાનું એલાન કર્યું હતું.

અમરેલી સંકલન સમિતિના વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ડ્રાઈવર અને કંડકટરના ગ્રેડ પેના સુધારાની તા. 20-10-21ના રોજ સમાધાન થયેલ હોવા છતાં પણ આજદિન સુધી તેની અમલવારી થયેલ નથી. તો તેની અમલવારી કરી કર્મચારીઓને જુન પેઈડ ઈન જુલાઈના પગારમાં એરિયર્સ સહિત ચુકવી આપવા સંકલન સમિતિની માંગણી છે. ઉપરાંત કર્મચારીઓની જુદા જુદા 23 પ્રકારની માંગણીઓ છે.

આ તમામ માંગણીઓનું નિરાકરણ નહી આવે તો અમરેલી એસટીના 1600 કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે. 11મીએ તમામ કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન યુનિફોર્મ પહેર્યા વગર ફરજ બજાવશે. 13મીએ રીશેષ દરમિયાન કર્મચારીઓ સુત્રોચ્ચાર કરશે. તેમજ 14મીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડશે. અને 15મીએ પોતાના લોહીથી પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને રજૂઆત કરશે. ઉપરાંત 16મીએ મધરાતથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે.

7 ડેપોની 350 જેટલી બસના પૈડા થંભી જશે
અમરેલી એસટી સંકલન સમિતિના વિક્રમસિંહે જણાવ્યું હતું કે કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે. તો અમરેલી એસટી ડિવીઝનના 7 ડેપોની 350 જેટલી બસોના પૈડા થંભી જશે.

અન્ય સમાચારો પણ છે...