તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:અમરેલી કોરોનાના 16 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા, નવા 17 કેસ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં વધુ 5 પોઝિટીવ અને 4 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • સોરઠમાં વધુને કોરોના 38 પોઝિટીવ, 14 જ દર્દી ડિસ્ચાર્જ થયા

અમરેલીમાં આજે રવિવારે કોરોનાના વધુ 17 કેસ સામે આવ્યા હતા. હાલ 179 દર્દીઓ જુદીજુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે આજે 16 દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3113 પર પહોંચી હતી.સોરઠમાં રવિવારે કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે, જ્યારે માત્ર 14 દર્દી જ ડિસ્ચાર્જ થયા છે. આમ, રવિવારે નવા કેસ સામે ડિસ્ચાર્જ કેસની ટકાવારી માત્ર 38 ટકા જેટલી રહી હતી. રવિવારે આવેલા કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં નવા 29 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ 29 કેસમાં જૂનાગઢ સિટીના 12, કેશોદ તાલુકામાં 9, જૂનાગઢ અને વંથલી તાલુકામાં 2-2 તેમજ ભેંસાણ, માળીયા હાટીના, માણવદર અને વિસાવદર તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે.

જ્યારે 14 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જિલ્લામાં હાલ 61 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 483 ઘરના 2,055 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 9 ને કોરોના પોઝિટીવ આવ્યા છે, સામે એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી.પોરબંદરમાં વધુ 5 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...