ધરપકડ:અમરેલી, કુંડલામાંથી 16 જુગારી ઝડપાયા

અમરેલી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસે અમરેલી અને સાવરકુંડલામાથી 16 જુગારીને ઝડપી પાડયા હતા. પોલીસે 7170નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.અમરેલી સીટી પોલીસે અહીના કુંકાવાવ જકાતનાકા સુળીયાટીંબા પાસે જાહેરમા જુગાર રમી રહેલા જગદીશ મનજી મેર, ભીખુ નરશી મકવાણા, જીતેન્દ્ર મોહન સોંડાગર, સુરેશ મનજી મકવાણા, વિજય દુદા રાઠોડ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી 3200ની મતા કબજે લીધી હતી.

આ ઉપરાંત સાવરકુંડલામા હાથસણી રોડ પર જાહેરમા જુગાર રમી રહેલા મહેશ બાબુ સોલંકી, સુભાષ નાગજી પરમાર, અનીલ ધનજી પરમાર, રાજુ સોમા દુદકીયા, ધનજી માવજી પરમાર, પ્રવિણ દેવરાજ પરમાર નામના શખ્સોને ઝડપી લઇ 2430ની મતા કબજે લીધી હતી. જયારે અહીથી જીતેન્દ્ર ધનજી પરમાર, રાજ કિશોર પરમાર, સંજય સોમા દુદકીયા, જયસુખ છના પરમાર અને રમેશ સોમા દુદકીયાને ઝડપી લઇ 1540ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...