અમરેલીમા આજે ભારતીય કિસાન સંઘની કારોબારીની વિશેષ બેઠક મળી હતી. જેમા ખેતીવાડીમા મીટર પ્રથા નાબુદ કરવાની માંગ સાથે આગામી 15મીએ જિલ્લાના તાલુકા મથકોએ કિસાન સંઘ દ્વારા આવેદન પાઠવી ધરણા કરાશે. ભારતીય કિસાન સંઘની કારોબારીની બેઠક પ્રમુખ વસંતભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને મળી હતી.
અમરેલી જિલ્લામા ખેડૂતોને વિજ મીટર મુદે મુશ્કેલી પડી રહી હોય જે અંગે ચર્ચા કરવામા આવી હતી. અગાઉ સરકાર સમક્ષ રજુઆતો પણ કરવામા આવી હતી પરંતુ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો ન હતો. જેને પગલે હવે આગામી 15મીએ જિલ્લાના તાલુકા મથકોએ કિસાન સંઘ દ્વારા ધરણા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાશે.
વસંતભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે પીજીવીસીએલ દ્વારા મીટર પધ્ધતિ નાબુદ કરવામા આવે તેવી અમારી માંગ છે. કિસાન સંઘના મંત્રી કૌશિકભાઇ ગજેરાએ જણાવ્યુ હતુ કે હોર્સ પાવર કનેકશન અને મીટરવાળા કનેકશનમા તફાવત આવે છે. ખેડૂતોને હોર્સ પાવર દીઠ 13300 તેમજ મીટરમા બે મહિને રૂપિયા 12 થી 15 હજાર આવે છે જેથી ખેડૂતોને પોષાય તેમ નથી. ત્યારે આગામી 15મીએ મીટર નાબુદ કરવાની માંગ સાથે જિલ્લાભરમા તાલુકા મથકોએ આવેદન અને ધરણા યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.