વ્યવસ્થા:જિલ્લામાં 15500 વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં પરિક્ષાના કેન્દ્ર અને બ્લોકની વ્યવસ્થા કરવામાં આવશે
  • કોરોનાને કારણે ગત વર્ષ કરતા ઓણસાલ બ્લોકની સંખ્યામાં વધારો થશે

અમરેલી જિલ્લામાં 15500 વિદ્યાર્થીઓ 1 જુલાઈથી ધોરણ 12ની પરીક્ષા આપશે. કોરોના મહામારીના કારણે ગત વર્ષ કરતા ઓણસાલ બ્લોકની સંખ્યામાં વધારો કરાશે. જિલ્લામાં કોરોનાને પગલે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હતું. 9 માસ બાદ શિક્ષણ કાર્ય શરૂ થતાં જિલ્લાની 314 શાળા 15500 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. અહીં પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દેવાઈ હતી. પણ કોરોનાની બીજી લહેરમાં શિક્ષણ બોર્ડના પરીક્ષાના આયોજન પર પાણી ફરી વળ્યું હતું. અને પરીક્ષાની તારીખો રદ કરાઈ હતી. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 1 જુલાઈના રોજ જાહેર કરાઈ છે.

અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 13 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 2500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે માત્ર એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. જેના કારણે બ્લોકની સંખ્યામાં વધારો થશે. આગામી દિવસોમાં શિક્ષણ બોર્ડમાંથી કોરોના ગાઈડલાઈનની સૂચના આવ્યા બાદ કેન્દ્ર અને બ્લોકની વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...