કાર્યવાહી:જિલ્લામાં 4 સ્થળેથી 154 ચાઇનીઝ ફિરકી ઝડપાઇ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4 શખ્સ સામે ગુનો નોંધી 33,650નો મુદ્દામાલ કબજે લીધો

જિલ્લામા ઉતરાયણ પર્વ પર ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો હોવા છતા લેભાગુ તત્વો આવી દોરીનુ વેચાણ કરી રહ્યાં હોય પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસે જુદાજુદા ચાર સ્થળેથી 154 ચાઇનીઝ દોરી ઝડપી લઇ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. લાઠી પોલીસે જાનબાઇ દેરડી ગામેથી જયંતિભાઇ કરમશીભાઇ માલાણી નામના શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની 83 ફિરકી કિમત રૂપિયા 16600ની ઝડપી લઇ તેની સામે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધ્યો હતો.

જયારે અમરેલીમા હનુમાનપરા જીઆઇડીસી સામે અશ્વિન નાનજીભાઇ સાસકીયા નામના શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની 19 નંગ ફિરકી કબજે લીધી હતી. ખાંભા પોલીસે ડેડાણમાથી રાજુ અબ્દુલભાઇ નાગરીયા નામના શખ્સને ચાઇનીઝ દોરીની 27 નંગ ફિરકીઓ ઝડપી લઇ 5400નો મુદામાલ કબજે લીધો હતો. તેમજ અહીના જીતુ ભાણાભાઇ ગોહિલ નામના શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની 25 નંગ ફિરકી કબજે લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...