મતદાન:153 દિવ્યાંગ અને 80 થી વધુ વયના 892 મતદારો ઘરે બેઠા મતદાન કરશે

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા અગાઉ જ આવા મતદારોને 12-ડી ફોર્મનું વિતરણ કરાયું"તું

અમરેલી જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા દિવ્યાંગ અને 80 વર્ષની વયના મતદારો માટે ઘરે બેઠા મતદાનની વ્યવસ્થા કરાઇ છે જે અંતર્ગત 153 દિવ્યાંગ અને 892 મતદારો 80થી વધુ વયના નોંધવામા આવ્યા છે. દિવ્યાંગ કે વરિષ્ઠ મતદારો બુથ સુધી જઇ મત આપવા અસક્ષમ હોય તો તેવા મતદારો પોતાના ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ચુંટણી તંત્ર દ્વારા 12-ડી ફોર્મનુ વિતરણ કરવામા આવ્યું હતુ. જે અંતર્ગત અમરેલી જિલ્લામા આ નોંધણી થઇ છે. ધારી બગસરા મત વિસ્તારમા 70 દિવ્યાંગ મતદાતા અને 257 મતદારો 80થી વધુ વયના એવા છે જે ઘરે બેઠા મતદાન કરશે. આ ઉપરાંત અમરેલી વડીયા વિસ્તારમા 80થી વધુ વયના 67 અને 8 દિવ્યાંગ મતદારો મતદાન કરશે.

લાઠી બાબરા વિસ્તારમા 80થી વધુ વયના 251 અને 24 દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરશે. સાવરકુંડલા લીલીયા વિસ્તારમા 80થી વધુ વયના 8 અને 4 દિવ્યાંગ મતદારો તથા રાજુલા જાફરાબાદ વિસ્તારમા 80થી વધુ વયના 309 અને 47 દિવ્યાંગ મતદારો આ રીતે ઘરે બેઠા મતદાન કરશે. ફોર્મ 12-ડીના વિતરણની કામગીરી સાવરકુંડલા વિસ્તારમા પ્રમાણમા નબળી જોવા મળી હતી. આમ, લોકો મતદાનથી બાકાત ન રહે તે માટે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...