શિક્ષણ:અમરેલી શહેરમાં 9 કેન્દ્ર પર 1513 વિદ્યાર્થીએ ધો.12ની પૂરક પરીક્ષા આપી, 279 ગેરહાજર

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાં 9 કેન્દ્રો પર 1513 છાત્રએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા આપી હતી. તેમજ ભૂગોળ, અંગ્રેજી અને ગુજરાતીના પેપરમાં 279 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. કોરોના મહામારી વચ્ચે ધોરણ 12 માં નાપાસ થનાર છાત્રોએ ફરી વખત પાસ થવાની કસોટી આપી હતી. કોરોના કાળમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અમરેલી જિલ્લાના નવ કેન્દ્રો પર 28થી 6 ઓક્ટોબર સુધી નાપાસ થનાર છાત્રો પૂરક પરીક્ષા આપશે. ત્યારે અમરેલીમાં 9 કેન્દ્ર ઉપર ભૂગોળ, અંગ્રેજી અને ગુજરાતી વિષયમાં 1513 વિદ્યાર્થીઓએ ફરી પાસ થવાની કસોટી આપી હતી.

અમરેલી શિક્ષણ કચેરીમાંથી મળતી વિગત મુજબ પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ભૂગોળના પેપરમાં 124 વિદ્યાર્થીમાંથી 102 હાજર અને 22 ગેરહાજર, ગુજરાતીમાં 1667 છાત્ર માંથી 1411 હાજર અને 256 ગેરહાજર અને અંગેજી વિષયમાં એક છાત્ર હતો તે પણ ગેરહાજર રહ્યો હતો.આમ,શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...