ઉમેદવારની સંપતિ:પરેશ ધાનાણી પાસે 1.51 કરોડ, કૌશિક વેકરિયા પાસે રૂા. 3.27 કરોડની સંપતિ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનાણી પાસે પોતાનું વાહન નથી જયારે વેકરિયા પર કોઇ દેવું નથી

ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત ગૃહમા વિપક્ષના નેતા બની ચુકેલા કોંગ્રેસના પરેશ ધાનાણીની સંપતિ પાંચ વર્ષમા દોઢ ગણી જેટલી વધી છે. ફોર્મ ભરતી વખતે તેમણે પોતાની પાસે 1.51 કરોડની સંપતિ હોવાનુ જાહેર કર્યુ છે. તેમણે પોતાની પાસે 13.92 લાખની રકમ હાથ પર હોવાનુ તથા 6.12 લાખના દાગીના ધરાવતા હોવાનુ જણાવ્યું છે.

જો કે તેમની પાસે પોતાની માલિકીની કોઇ વાહન નથી. તેમણે પત્નીને રૂપિયા એક લાખની હાથ ઉછીની લોન આપી છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા 3.27 કરોડની સંપતિના માલિક છે. જે પૈકી 3.15 કરોડની સ્થાવર મિલકત ધરાવે છે. તેમના પર કોઇ દેવુ નથી. તથા હાથ પર માત્ર 50 હજારની રોકડ ધરાવે છે. તેમની પાસે પોતાની એક કાર છે તથા 1.64 લાખના દાગીના પણ છે. અહી આપના ઉમેદવાર રવિ ધાનાણી પાસે 10.28 લાખની સંપતિ છે.

અન્ય સમાચારો પણ છે...